ભાષાવિજ્ઞાનનાં પાસાં
About This Event
ભાષાવિજ્ઞાન રસપ્રદ વિષય છે. તે ભાષાના વિવિધ અંગોની મૂળગામી ચર્ચા કરે છે. ભાષાવિજ્ઞાનનાં પાસાંના અભ્યાસ દ્વારા ભાષાનાં આયામો જેવા કે, ભાષા વ્યવસ્થા અને ભાષાવિજ્ઞાનનાં સિદ્ધાંતો, ગુજરાતી રૂપવ્યવસ્થા, પદવ્યવસ્થા (નામપદ-ક્રિયાપદ), વાક્યરચના, મનોભાષાવિજ્ઞાન, બોલીવિજ્ઞાન, સામાજિક ભાષાવિજ્ઞાન વગેરેને સિદ્ધ કરે છે. બાળકનાં જન્મથી જ ભાષા સાથેનો તેનો નાતો બંધાય છે. ઉત્તરોત્તર તેના વિકાસની ગતિ ધીમેધીમે દરેક ક્ષેત્રમાં વિકસતી જાય છે. એ રીતે ભાષા માનવજીવનનું અભિન્ન અંગ બને છે. ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપનાકાળથી જ ભાષા વિશેની સભાનતા અને તેના ઘડતરની પ્રક્રિયા બાબતનું કામ થયું છે ભાષા અને સાહિત્ય સંબંધી કાર્ય આઝાદીની લડત માટે પ્રેરક પણ બન્યું છે. ગાંધીજી પોતે સારા સર્જક હતા. એમણે સાહિત્યિક પત્રકારત્વનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. એમના લખાણોએ વિચારોની ધારદાર રજૂઆત અને સરળ સાદા ગદ્ય દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગાંધીજીની પ્રેરણાથી ગૂજરાત વિદ્યાપીઠે તૈયાર કરાવેલ સાર્થ ગૂજરાતી જોડણીકોશ એ ગુજરાતી ભાષાની જોડણી અને અર્થ માટે પ્રખ્યાત છે.